આમ તો ગુજરાત રાજ્યમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. દરેક વ્યક્તિ જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેને શ્રદ્ધા અનુસાર ભગવાન ફળ પણ આપે છે. મનોકામના પૂરી થાય તે માટે જરૂરી છે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી. જો શ્રદ્ધા હોય તો મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ પૂર્ણ થઈ જાય છે. આવી જ રીતે અટક શ્રદ્ધા હજારો ભક્તો કચ્છના કબરાવમાં બિરાજતા માં મોગલ પર રાખે છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો માતાના ચરણે શીશ નમાવવા આવે છે.
મોગલ ધામમાં દુઃખી મનથી લોકો આવે છે પણ પાછા જાય છે ત્યારે તેમનું દુઃખ દૂર થઈ ગયું હોય છે. ભક્તો પરત જાય છે મનમાં ઉત્સાહ લઈને. મોગલ ધામની ધરતી જ એવી છે કે અહીં પગ મુકતાની સાથે જ ભક્તોની અડધી સમસ્યાઓ દૂર થઈ જાય. માતાનું સાક્ષાત્કાર અહીં ભક્તોને અનેક વાર થઈ ચૂક્યો છે. માતા પોતાના ચરણે આવેલા ભક્તોને દુઃખી રહેવા દેતી નથી.
અહીં ઘણા ભક્તો એવા પણ આવે છે કે જે માનતા પૂરી થયા પછી માતાના ચરણોમાં હજારો રૂપિયા ધરી દેતા હોય છે. પરંતુ અહીં માતાની ગાદી સંભાળતા મણીધર બાપુ આ રૂપિયા લેવાની મનાઈ કરી દે છે. તેઓ કહે છે કે માતા ને પૈસાની જરૂર નથી બસ માતા એ વાતથી પ્રસન્ન થાય છે કે તેના ભક્તો તેને યાદ કરે.
ભક્તો જે માનતા રાખે છે તે ગણતરીના દિવસોમાં જ પૂરી થઈ જાય છે. આ ચમત્કાર જોઈને અનેક ભક્તો દૂર દૂરથી માં મોગલના ચરણોમાં માનતા પૂરી કરવા આવે છે. આવી જ રીતે તાજેતરમાં મુંબઈથી એક મહિલા માતાના ચરણે દર્શન કરવા આવ્યા હતા.
મુંબઈમાં રહેતા યાસ્મીન બેન નામના મહિલા ભક્ત દુબઈ મસ્કત સહિતના દેશોમાં વેપાર ધરાવે છે. તેમને અનેકવાર માં મોગલના પરચા મળી ચૂક્યા છે તેથી તેઓમાં મોગલ માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
તાજેતરમાં જ તે પોતાના પરિવારના બધા જ સભ્યોને લઈને કચ્છના કબરાઉ પહોંચ્યા હતા. અહીં આવીને તેમણે મણીધર બાપુના ચરણોમાં 51 હજાર રૂપિયા અર્પણ કર્યા. તેમણે માતાજીના અને મણીધર બાપુ ના આશીર્વાદ લીધા. ત્યારબાદ મણીધર બાપુએ તેને આપેલા 51000 ની ઉપર એક રૂપિયો મૂકીને તે મહિલાને કહ્યું કે માતાએ તારી માનતા ને સ્વીકારી લીધી છે. હવે આ રૂપિયા તારી દીકરી ને આપી દેજે. મણીધર બાપુ ના આ શબ્દો સાંભળીને પરિવારના બધા જ લોકો ખુશખુશાલ થઈ ગયા અને માતાનો જય જય કાર કરવા લાગ્યા.