નિરાધાર અને માનસિક રીતે અસ્વસ્થ લોકોની બહારે પોપટભાઈ આહીર તુરંત જ પહોંચી જાય છે. લોક સેવા માટે તેમનું કામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. તાજેતરમાં જ પોપટભાઈ આહીરને અમદાવાદથી એક વ્યક્તિએ જણાવ્યું કે શાસ્ત્રીનગર રોડ ઉપર એક ભિખારી ખૂબ જ ખરાબ હાલતમાં બેસી રહ્યો છે. અને તેને મદદની જરૂર છે. આ વાત સાંભળીને પોપટભાઈ તુરંત જ અમદાવાદ પહોંચી ગયા અને વ્યક્તિની રૂબરૂ મુલાકાત લીધી.
પોપટભાઈ એ જોયું કે વ્યક્તિના વાળ ખૂબ જ વધી ગયા હતા અને કપડાં પણ મેલા હતા જાણે તે મહિનાથી નહાયો ન હોય. પોપટભાઈ એ પહેલા તેની પાસે બેસીને તેની સાથે પ્રેમથી વાત કરી અને તેનું નામ પૂછ્યું. તે વ્યક્તિએ જણાવ્યું કે તેનું નામ સુભાષચંદ્ર માળી છે અને મહારાષ્ટ્ર થી વર્ષો પહેલા તે અમદાવાદ આવ્યો હતો.
જ્યારે પોપટભાઈ એ પૂછ્યું કે તેના પરિવારમાં કોણ કોણ છે તો તેણે જણાવ્યું કે તેનો ભાઈ ગાંધીનગરમાં પોલીસ કમિશનર છે. આ વાત સાંભળતા જ પોપટભાઈ આશ્ચર્યમાં પડી ગયા. ત્યાર પછી આગળની વાત પરથી પોપટભાઈ ને અંદાજો આવી ગયો કે તે વ્યક્તિ માનસિક રીતે ખરાબ હાલતમાં છે અને બધી જ વાત ખોટી કહી રહ્યો છે. તે વ્યક્તિએ એવું પણ કહ્યું કે નજીકમાં જ તેનો ફ્લેટ પણ છે અને બધો જ સામાન અને જરૂરી ઓળખ કાર્ડ તેના ફ્લેટમાં પડ્યા છે.
ત્યાર પછી પોપટભાઈ આહીર તે વ્યક્તિને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સેન્ટર હોમ ખાતે લઈ ગયા અને તેને દાઢી વાળ કરીને નવા કપડાં પહેરાવી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.
ત્યાર પછી તેમના ચેરીટેબલ ટ્રસ્ટમાં તેની રહેવાની અને ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી.