હાલ લગ્નસરા ચાલી રહી છે. ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ઢોલ શરણાઈ વાળા ને લોકો બોલાવતા હોય છે. તેવામાં ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં બારીયા બાદ નામનું એક ગામ આવેલું છે જ્યાં એવી ઘટના બની છે જેના કારણે લોકો રોષે ભરાયા છે. અહીં ઢોલ વગાડવા આવેલા એક વ્યક્તિએ લગ્ન પ્રસંગમાં આવેલી દસ વર્ષની દીકરી પર દાનત બગાડી અને જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે
ગામના એક ઘરમાં લગ્ન લેવાયા હતા અને મહેંદી ની રસમ ચાલતી હતી. મહેંદી માટે ઢોલ અને શરણાઈ વાળા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે પરિવારમાં લગ્ન હતા ત્યાં એક દાદી પોતાની 10 વર્ષની પૌત્રીને લઈને પ્રસંગ માણવા આવ્યા હતા. મહેંદી વખતે જ્યારે ઢોલ વાગી રહ્યો હતો ત્યારે દસ વર્ષની દીકરી પોતાની મસ્તી માં ડાન્સ કરી રહી હતી. દસ વર્ષની દીકરીને ડાન્સ કરતા જોઈ ઢોલ વગાડનાર યુવકની દાનત બગડી અને તેને દીકરીને ચોકલેટની લાલચ આપીને સ્મશાન જગ્યાએ લઈ જવાનું નક્કી કર્યું.
થોડા સમયમાં દાદીને ધ્યાનમાં આવ્યું કે તેની પૌત્રી ઘરમાં દેખાતી નથી. આ વાત તેણે ઘરના લોકોને કરી અને બધા જ લોકો 10 વર્ષની દીકરીને શોધવા લાગ્યા પરંતુ દીકરી ઘરમાંથી ક્યાંય ન મળી બધા સમજી ગયા કે દીકરી ગુમ થઈ ગઈ છે અને તેને શોધવા માટે લોકો ઘરની બહાર પણ ફરવા લાગ્યા.
દીકરીને શોધતા શોધતા ઘરેથી થોડા દૂર લોકો પહોંચ્યા ત્યારે સુમસાન જાડીઓ માંથી તેને દીકરીનો રડવાનો અવાજ સંભળાયો. લોકો તેની પાસે પહોંચ્યા અને તેને પૂછ્યું કે તે અહીં કેવી રીતે આવી. દીકરી એ રડતા રડતા જણાવ્યું કે ઘરમાં જે વ્યક્તિ ઢોલ વગાડી રહ્યો હતો તેણે તેને ચોકલેટની લાલચ આપી અને પછી કોઈનું ધ્યાન ન પડે તેમ અહીં લઈ આવ્યો અને તેની સાથે ગંદુ કામ કર્યું. સાથે જ તે કોઈને આ વાત ન કરે તે માટે માર પણ માર્યો. દીકરીને ત્યાં જ છોડીને ઢોલ વગાડનાર ભાગી ગયો
આ વાત વાયુ ભેગી ગામમાં ફેલાઈ જતા તુરંત જ પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી. પોલીસે ઢોલ વગાડનાર યુવકને ઝડપી પાડ્યો.