લગ્નમાં દીકરીએ માતા-પિતા માટે ગાયું ગીત… હાજર હતા તે બધા જ મહેમાનો રડી પડ્યા

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો એવા હોય છે જે તમને પણ ઈમોશનલ કરી દે. તો કેટલાક વિડિયો એવા હોય છે જો તમને ખડખડાટ હસાવે. આજે આવો જ એક વિડીયો તમારી સામે રજૂ કરીએ છીએ જે જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો.

તાજેતરમાં જ લગ્નની સિઝન પૂરી થઈ છે ત્યારે લગ્નની અંદર એક દીકરીએ પોતાના માતા પિતા માટે ગીત ગાયું હતું તેનો આ વિડિયો છે. દીકરી એ માતા પિતા માટે એવું ગીત ગાયું કે હાજર બધા જ લોકો ભાવુક થઈ ગયા એટલું જ નહીં આ વિડીયો પણ જેટલા લોકો જોવે છે તે ભાવુક થઈ જાય છે. દીકરી જ્યારે પિતાનું ઘર છોડીને બીજા જતી હોય ત્યારે દીકરી અને માતા-પિતા ને જે દુઃખ થાય તે કોઈ વર્ણવી ન શકે.

આ સંબંધો શું હોય છે અને લાગણી શું હોય છે તે એક દીકરીએ આ ગીત વડે વ્યક્ત કર્યું હતું. દીકરી સ્ટેજ ઉપર આવીને માતા-પિતા માટે આ ગીત ગાય છે ત્યારે માતા પિતા રડવા લાગે છે. આ વિડીયો instagram પર શેર કરવામાં આવ્યો છે જેમાં એક સુંદર દુલ્હન સ્ટેજ ઉપર ડાન્સ કરે છે અને ગીત ગાતી જોવા મળે છે. સ્ટેજ પરથી દીકરી પોતાના માતા પિતા માટે ગીત ગાય છે અને તેને સાંભળીને લોકો ભાવુક થઈ જાય છે.

Leave a Comment