પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીના હસ્તે 600ની વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ નગર નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ નગરમાં શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલશે.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ની તૈયારીઓ છેલ્લા બે વર્ષથી ચાલી રહી હતી. આ મહોત્સવમાં સેવા આપવા માટે અનેક હરિભક્તો પોતાના કામકાજ પડતા મૂકીને જોડાઈ ગયા છે.
આવા જ એક ભક્ત અમદાવાદથી શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા છે. લગ્નની સિઝન દરમિયાન અમદાવાદમાં પાર્ટી પ્લોટરના બુકિંગ માધ્યમથી લોકો ભરપૂર કમાણી કરતા હોય છે. પરંતુ સુરેશભાઈ જેવો પાર્ટીપ્લોટ અને બિલ્ડર નું કામ કરે છે તેઓ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે જોડાઈ ગયા છે. લાખોની કમાણી જતી કરીને સુરેશભાઈ શતાબ્દી મહોત્સવમાં કામ કરી રહ્યા છે
સુરેશભાઈ નું કહેવું છે કે તેમને જીવનમાં ઈચ્છા હતી કે તેઓ પ્રમુખસ્વામી મહારાજના ચરણ સ્પર્શ કરે. પરંતુ તેમને જીવનમાં એક જ અફસોસ છે કે તે આ કામ કરી શક્યા નહીં. તેથી તેમને નક્કી કર્યું છે કે લાખોની કમાણી જતી કરવી પડે તો કરી દેવી પરંતુ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા કરવી છે. લગ્નની સીઝન શરૂ થઈ ત્યારથી જ સુરેશભાઈ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં સેવા આપવા પહોંચી ગયા છે. તેમને પાર્ટી પ્લોટ અને લગ્ન સમારોહ નો અનુભવ હોવાથી તેમની સેવા સંતો માટેના રસોડામાં લેવામાં આવી રહી છે.