વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં ઉછડિયા પથ્થર, અતુલ પુરોહિતે ચાલુ માઈકે કહી દીધું કે, “હવે હું….

કોરોનાના કપરા સમય પછી આ વર્ષે નવરાત્રી ધામધૂમથી ઉજવાઈ રહી છે. ગુજરાત ભરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાની ધૂન બોલી રહી છે. નવરાત્રી નો રંગ લોકો ઉપર ખૂબ જ ચડ્યો છે. ગુજરાતના મોટા મોટા શહેરોમાં પણ પ્રખ્યાત ગરબાના આયોજનો આ વખત ફરી એકવાર થયા છે.

જોકે તાજેતરમાં જ ગુજરાતના વડોદરામાં થતા પ્રખ્યાત યુનાઇટેડ વે ના ગરબા માં મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાના પડખા રાજ્યભરમાં જ નહીં પરંતુ દેશભરમાં પડ્યા છે. યુનાઇટેડ વિના ગરબા વર્ષોથી થાય છે અને વર્ષો દરમિયાન આવી ઘટના ક્યારેય બની નથી. યુનાઇટેડ વિના ગરબા રમવા માટે લોકોમાં રીતસર પડા પડી થતી હોય છે તેવામાં આગ વર્ષે ગરબા રમનાર લોકોને એક કડવો અનુભવ થયો.

બીજા નોરતાના દિવસે યુનાઇટેડ વે ના ગરબા માં હોબાળો થયો હતો. ગરબા દરમિયાન કેટલાક તોફાની તત્વો ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસી ગયા અને ગ્રાઉન્ડ પરથી પથ્થર ઉછાળીને લોકોને મારવા લાગ્યા. કેટલાક લોકોએ અતુલ પુરોહિત ને પણ પથ્થર માર્યો. આટલા વર્ષોથી થતા યુનાઇટેડ વે ના ગરબા માં પહેલી વખત આવી ઘટના બનતા અતુલ પુરોહિતે મંચ પરથી માઈક પર જાહેરાત કરી દીધી કે, ” જો કાલે ગ્રાઉન્ડ ઉપર એક પણ પથ્થર હશે તો હું ગરબા નહીં કરું, મારે તમને નિરાશ નથી કરવા…”

યુનાઇટેડ વે ના ગરબા નું આયોજન એમએમ પટેલ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્ષે બીજા દિવસે પણ ખેલૈયાઓએ પગમાં કાંકરી વાગતી હોવાની ફરિયાદ કરી હતી. ગ્રાઉન્ડ બરાબર ન હોવાથી ખેલૈયાઓમાં ઉત્સાહ રહ્યો ન હતો.

પહેલા દિવસ પછી બીજા દિવસે પણ મેદાન પર પથ્થર વાગતા હોવાથી ખેલૈયાઓ એ હોબાળો મચાવી દીધો. સાથે જ કેટલાક તોફાની તત્વોએ પથ્થર ઉછાળીને રિફંડ માટેની બૂમો પણ પાડી. જેના કારણે ગરબા ને અધવચ્ચે જ બંધ કરી દેવા પડ્યા અને માંજલપુર પોલીસ સ્ટેશનની ઘટના સ્થળે બોલાવવી પડી.

જોકે યુનાઇટેડ વે ના ગરબા માં આવી ઘટના પહેલી વખત બનતા આયોજકોએ પણ જાહેરાત કરી દીધી કે જે લોકોને રિફંડ જોતું હોય તે લઈ જઈ શકે છે.

Leave a Comment