વીરપુરનું 400 વર્ષ જૂનું છે આ મંદિર.. દર્શન કરવાથી ભક્તોના દુઃખ થાય છે દૂર

રાજ્યભરમાં આમ તો નાના-મોટા અનેક મંદિરો આવેલા છે જેની સાથે ભક્તોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. આ મંદિરો ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. તેમાંથી કેટલાક મંદિરો તેમના થયેલા ચમત્કારના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરો ખાતે દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે.

આવું જ એક મંદિર રાજકોટમાં આવેલું છે. આમ તો રાજકોટમાં અલગ અલગ અનેક મંદિરો છે જેમાંથી નાગદેવતા ના પણ મંદિરો ઘણા છે. પરંતુ વીરપુર નજીક આવેલું આ નાગદેવતા નું મંદિર ખૂબ જ ખાસ છે. જલારામ મંદિર જ્યાં આવેલું છે તે વીરપુરમાં વર્ષો જૂનું નાગદેવતા નું મંદિર પણ આવેલું છે. આ મંદિર 400 વર્ષ જૂનું હોવાની માન્યતા છે.

આ મંદિર ખાતે નાપાસ ના દિવસે નાગદેવતા ની પૂજા કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડે છે. અહીં જે ભક્તો દર્શન કરવા આવે છે તેમના દુઃખ દૂર થાય છે. નાગદેવતા ની મહિમાની વાત કરીએ તો અહીં મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લેવા પણ આવે છે. અહીં લોકો નાગદેવતાની પૂજા કરી આવી ના ભોજન ગ્રહણ કરતા નથી.

મંદિરમાં પ્રસાદ ધરાય છે તેને લોકો આરોગે છે અને પછી જ ભોજન કરે છે. અહીં ઘણી વખત નાગદેવતા ના દર્શન પણ થાય છે પરંતુ ક્યારેય આ ગામમાં કોઈને નાગદેવતાએ ડંખ માર્યો નથી.

Leave a Comment