શિવજીના પરમ ભક્ત: બરફ પર કપડા વિના ભૂખ્યા તરસ્યા બેસીને કઠોર તપસ્યા કરે છે આ સાધુ

હિમાલયના પર્વત ઉપર બરફના શિખરો વચ્ચે 12,000 ft ની ઊંચાઈ પર જ્યાં ચારે તરફ બરફની ચાદર ફેલાયેલી છે ત્યાં એક સાધુ નગ્ન અવસ્થામાં ભૂખ્યા તરસ્યા રહીને શિવજી માટે તપસ્યા કરી રહ્યા છે. આ સાધુ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમનું નામ વિશ્વા નંદ કહેવામાં આવે છે.

વિશ્વાનંદ સાધુ બરફ વચ્ચે જંગલમાં બેસીને ખુલ્લા આકાશની નીચે કડક તપસ્યા કરી રહ્યા છે. 12,000 ft ની ઊંચાઈ પર આવેલા પર્વતના શિખરો ઉપર બરફ વર્ષા પણ થતી હોય છે તેવામાં આ સાધુ બે ફૂટ જેટલા બરફની અંદર ડૂબેલા જોવા મળે છે. સૌથી પહેલા આ આ સાધુ યોગ કરતા જોવા મળ્યા હતા અને હવે તેઓ બરફમાં બેસીને તપસ્યા કરતા જોવા મળે છે.

હિમાલયના જંગલોમાં ચુરધાર શિખરથી થોડા દૂર તેઓ બેસે છે અને નગ્ન અવસ્થામાં તપસ્યા કરી રહ્યા છે. અહીં ઘણી વખત હિમવર્ષા પણ થાય છે. તેઓ શિવજીના દર્શન કરવા મંદિરમાં જાય છે તેમને પ્રાર્થના કરે છે અને ફરીથી તેઓ તપસ્યા કરવા બેસી જાય છે.

અહીં જંગલમાં ટ્રેકિંગ કરતાં યુવકો ની નજર પણ તેમના ઉપર પડી હતી. તેમણે સાધુને તપસ્યા કરતા જોયા અને બરફની વચ્ચે નગ્ન અવસ્થામાં બેઠેલા જોયા હતા. બરફ વર્ષના કારણે આ જંગલોમાં કોઈ આવતું નહીં પરંતુ જંગલમાં એકલા સાધુને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

જે લોકોએ સાધુને પહેલી વખત જંગલમાં જોયા હતા તેમણે અડધા કલાક સુધી તેમને જોયા કર્યું અને તેઓ અડધા કલાક સુધી સતત સાધનામાં લીન રહ્યા હતા. નજરે ચુનર લોકોનું કહેવું હતું કે બરફની વચ્ચે કપડાં પહેર્યા વિના બેઠેલા હોવા છતાં સાધુની આંખો બંધ હતી અને તેઓ સ્થિર મુદ્રામાં બેઠા હતા જાણે તેમને ઠંડીની કોઈ અસર જ થતી ન હોય. આ દ્રશ્ય જોઈને લોકો પણ તેમને ભગવાનનો અવતાર માનવા લાગ્યા.

Leave a Comment