અમદાવાદ શહેરમાંથી એક અત્યંત દુઃખ ભરી ઘટના સામે આવી છે. અમદાવાદના ફતેહવાડીમાં રહેતા ફેનિલ ઠાકોર ની બહેન ક્રિષ્નાના લગ્ન વર્ષ 2020 માં ઘુમામાં રહેતા અમિત ચાવડા સાથે થયા હતા. 21 વર્ષીય ક્રિષ્ના અનેક કોડ ભર્યા સપના લઈને પોતાના પતિના ઘરે ગઈ હતી. પરંતુ તેને ખબર ન હતી કે તેના બધા જ સપના ચકનાચુર થઈ જવાના છે.
લગ્ન થયાના થોડા જ સમય પછી ક્રિષ્ના સામે તેના સાસરિયાઓએ રંગ બતાવવાનું શરૂ કરી દીધું. ક્રિષ્નાને તેના સાસુ, સસરા, નણંદ અને ફોઈ વારંવાર મહેનતર્ણ મારીને માનસિક ત્રાસ આપતા હતા. નાની નાની વાતમાં કૃષ્ણ સાથે સાસરિયામાં ઝઘડા કરવામાં આવતા હતા. રોજે રોજના ઝઘડાથી ક્રિષ્ના કંટાળી ગઈ હતી. તેમ છતાં સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું યથાવત રાખ્યું.
શરૂઆતમાં મહેણા ટોણા થી વાત શરૂ થઈ અને પછી ક્રિષ્નાને દહેજ માટે ત્રાસ આપવાની શરૂઆત કરવામાં આવી. ક્રિષ્નાના સાસરીયા તેને દહેજ લાવવા માટે દબાણ કરવા લાગ્યા. તેમણે તેને ધમકી પણ આપી કે દહેજ નહીં આપે તો પતિ સાથે તેનું છૂટું કરાવી દેશે.
આઠ મહિના પહેલા કૃષ્ણ અને તેના સાસરિયાંઓ એ ઘરેથી કાઢી મૂકી. ફેનિલને આ વાતની જાણ થતા તે પોતાની બહેનને પોતાના ઘરે લાવ્યો. પિતાના ઘરે આવ્યા પછી ક્રિષ્ના એ થોડા સમય પછી ઇસ્કોન મોલમાં નોકરી શરૂ કરી દીધી. ક્રિષ્નાને રોજ તેના પિતા નોકરીએ મૂકવા અને લેવા જતા હતા. કારણ કે તેઓ જાણતા હતા કે ક્રિષ્ના માનસિક ત્રાસ માંથી પસાર થઈ છે.
પરંતુ એક દિવસ કોઈ કારણોસર ક્રિષ્ના ને નોકરીએ એકલું જવાનું થયું. તે દિવસે તે હાફ ડે રજા લઈને પોતાના મિત્રના ઘરે જવા નીકળી ગઈ. પરંતુ હકીકતમાં તે બપોરના સમયે ઇસ્કોન બ્રિજ પર પહોંચી અને બ્રિજ ઉપરથી ક્રિષ્ના એ પડતું મૂકી દીધું.
આ ઘટનામાં ક્રિષ્ના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેણે તેના ભાઈને કહ્યું હતું કે, તે ઘણા સમયથી રિસામણે છે અને તેના સાસુ, સસરા તેમજ ફઈજી પતિ સાથે વાત કરવા દેતા નથી તેના કારણે તે ટેન્શનમાં હતી. દહેજ માટે તેઓ પતિથી તેને અલગ કરી દેવા માંગે છે. આ સમગ્ર ઘટનામાં તેના પતિ અમિત નો કોઈ વાંક નથી. પણ તેના સાસુ સસરાની ત્રાસદાયક વાતો તે ભૂલી શકતી નથી. તેમની વાતો સતત મગજમાં ફરતી રહે છે અને એટલા માટે તેણે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું.
ક્રિષ્ના એ આવું પગલું ભર્યું છે તે વાતની જાણ તેના સાસરે પણ કરવામાં આવી પરંતુ તેની ખબર પૂછવા માટે પણ કોઈ ના આવ્યું. થોડા દિવસની સારવાર પછી ક્રિષ્નાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પરંતુ ફરીથી તેની તબિયત બગડી અને તેનું અવસાન થયું.