જીવનમાં સફળ થવા માટે બુદ્ધિક ક્ષમતા અને મહેનત કરવી જરૂરી છે. આજે તમને એવા યુવાનની વાત કરીએ જે અભ્યાસમાં નબળો હોવાથી બધા તેને એવું જ કહેતા કે તે કંઈ પણ કરી શકશે નહીં પરંતુ આજે તે કરોડો રૂપિયાની કંપની ઊભી કરીને વિદેશથી કમાણી કરે છે.
સુરત શહેરના સતીશહેર પરા જે 27 વર્ષના જ છે તેમણે પોતાની કંપની થી 127 દેશોમાં આયાત નિકાસ નો બિઝનેસ શરૂ કર્યો છે. તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી પણ તે સતત અડગ રહ્યા તેથી આજે તેઓ 600 કરોડની કંપની ચલાવે છે.
તેઓ મૂળ અમરેલીના વતની છે અને તેમને ભણવામાં જરાય રસ ન હતો તેમ છતાં સિવિલ એન્જિનિયરિંગ કર્યું અને પછી તેને ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવાનું વિચાર્યું. તેને ખેતપેદાશની વસ્તુઓની આયાત નિકાસ કરી અને તેમાંથી તેને ૬૦ હજારનો નફો થયો.
ત્યાર પછી તેણે પોતાના મિત્રોની સાથે મળીને એક કંપનીની શરૂઆત કરી. આજે તેઓ ઇગલ ઇન્ટરનેશનલ ઈમ્પોર્ટ એક્સપોર્ટ કંપની ચલાવે છે જે 600 કરોડની કંપની છે.
વિદેશમાં પણ તેમની વસ્તુઓની આયાત નિકાસ થાય છે અને તે કરોડો રૂપિયાની કમાણી કરે છે. એક સમયે જે વ્યક્તિ અભ્યાસમાં નબળો હતો તે આજે નવી પેઢીના યુવાનો માટે ઉદ્યોગ સાહસિક તરીકે પ્રેરણા રૂપ બની ગયો છે. તેણે પોતાની આવડત અને સુજબુજ થી માત્ર પાંચ જ વર્ષોમાં પોતાના વ્યવસાયને અપાર સફળતા અપાવી.