સોના ચાંદીનો વેપાર કરતાં જ્વેલર્સ પોતાની દુકાને મજબૂતી સાથે બંધ કરતા હોય છે. સોનીની દુકાનની બહાર સુરક્ષા ગાર્ડ પણ તેના હોય છે કારણ કે દુકાનમાં લાખોના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ હોય છે. તેવામાં ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક જોકાવનારી ઘટના સામે આવી છે. અહીં મેરઠના સોની બજાર વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી જોકે ચોરી એવી રીતે કરવામાં આવી કે કોઈને કાનો કાન ખબર પણ ન થાય.
જ્યારે આ સોની રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયો ત્યારે તેને કલ્પના પણ ન હતી કે સવારે તેની દુકાનમાં શું જોવા મળશે. સવારે રોજ ની દિનચર્યા અનુસાર સોની દુકાનમાં આવ્યો અને તેને દુકાન ખોલી તો તેની આંખો ચાર થઈ ગઈ. દુકાનમાં એક વ્યક્તિ ઘૂસી શકે એટલે મોટી સુરંગ ખોદેલી હતી. સોની ની દુકાન ની બાજુમાં જ આવેલી અન્ય એક દુકાન જે ઘણા સમયથી બંધ હતી અને ભાડે આપવામાં આવી હતી ત્યાંથી આ સુરંગ ખોદવામાં આવી હતી
સોની વેપારીએ ધોરણ તો હજુ દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું તો જાણવા મળ્યું કે રાત્રે અઢી વાગ્યા ની આસપાસ ખોદીને બે વ્યક્તિ દુકાનમાં ઘૂસ્યા હતા. આ બે વ્યક્તિએ બે થી ત્રણ લાખ રૂપિયા ના સોના ચાંદીના દાગીના ની જ ચોરી કરી જોકે દુકાનમાં તેનાથી પણ વધારે કીમતી દાગીના અને રોકડ રૂપિયા હતા.
સોની વેપારી નું કહેવું છે કે દુકાનમાંથી કેટલીક એવી જ વસ્તુઓ ચોરાય છે જેના નમુના રેહર હતા અને તેની માર્કેટમાં ડિમાન્ડ પણ વધારે હતી. ચોરે બે સોનાના હાર અને બે સોનાના પાટલાની જ ચોરી કરી બાકી કોઈ વસ્તુને હાથ પણ ન લગાડ્યો. ચોર આરામથી આ વસ્તુઓ લઈને સુરંગ વડે ફરીથી દુકાનમાંથી બહાર નીકળી ગયા.
પાસેની દુકાન જઈને ભાડે આપવામાં આવી હતી તેને પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે દુકાન ઘણા સમયથી બંધ છે પરંતુ રાતના સમયે બે યુવક આ દુકાનમાં પ્રવેશ કરતા હતા અને છેલ્લા કેટલાક દિવસથી સોનીની દુકાનમાં ચોરી કરવા માટે સુરંગ બનાવી રહ્યા હતા.