છેલ્લા બે વર્ષ દરમિયાન ઘણા બધા ગુજરાતી ફિલ્મના કલાકારોએ દુનિયાને અલવિદા કહ્યું છે. આવા જ કલાકારો માંથી એક છે ચંદ્રકાંત પંડ્યા જેમણે રામાયણ સિરીયલમાં નિશાંત રાજની ભૂમિકા ભજવી હતી અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું ચંદ્રકાંત પંડ્યા નું નિધન 21 ઓક્ટોબર 2021 ના રોજ થયું હતું.
તેમણે રામાયણ સીરીયલ માં મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારથી તેઓ અભિનેય જગતમાં યાદગાર બની ગયા આ સિવાય તેમણે સૌથી વધુ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ જગતમાં પણ તેમનું મોટું યોગદાન છે.
ચંદ્રકાંત પંડ્યા નો જન્મ 1 જાન્યુઆરી 1946 ના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ ખાતે ગયા હતા. ચંદ્રકાંત પંડ્યાને નાનપણથી જ અભિનયનો અને ભજન ગાવાનો શોખ હતો. તેમણે બીયર સુધીનો અભ્યાસ પૂરો કરી મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે કામ કરવાની તક ઝડપી લીધી. ત્યારથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ.
તેમને ગુજરાતી સુપરહિટ ફિલ્મ માનવીની ભવાઈ ફિલ્મમાં અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યું હતું. તેમની પહેલી ફિલ્મ કાદુ મકરાણી હતી. ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી તેમણે એક પછી એક અનેક ફિલ્મોમાં કામ કર્યું.
ચંદ્રકાંત પંડ્યાને તેમના જીવનકાળ દરમિયાન ઘણા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. તેમની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો જુબાનીના ઝેર, મૈયરની ચુંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, પાતળી પરમાર સહિતની ફિલ્મોના સમાવેશ થાય છે.