હવાઈ મુસાફરી કરતા યુવકના પેટમાંથી નીકળી 85 કેપ્સુલ, કેપ્સુલમાંથી જે નીકળ્યું તે જોઈને ડોક્ટરને પણ આવી ગયા ચક્કર

વિદેશમાંથી ભારતમાં ડ્રગ્સ જેવી મુસેલી વસ્તુઓ ઘુસાડવા માટે દાણચોરીનું ષડયંત્ર ચાલતું હોય છે. ભારતમાં આ પ્રકારના દ્રવ્યો ઘૂસે નહીં તે માટે કસ્ટમ વિભાગ એરપોર્ટ ઉપર ખૂબ જ સતર્ક રહે છે. એરપોર્ટ ઉપર ઘણી વખત કસ્ટમ વિભાગ ડ્રગ્સના મોટા કંસાઇનમેન્ટ જપ્ત કરે છે. જોકે કસ્ટમ વિભાગના ચેકિંગ વિશે જાણતા લોકો ડ્રગ્સને અલગ અલગ રીતે ઘુસાડવાનો પ્રયત્ન કરે છે

આવું જ તાજેતરમાં થયું હતું. આ ઘટના ચેન્નઈ એરપોર્ટ પર બની હતી જ્યાં કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે કેટલુંક ડ્રગ્સ તાંઝાનિયા થી ભારત લાવવામાં આવી રહ્યું છે. ચેન્નઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ એ ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દીધો. પ્લેનમાંથી ઉતરેલા એક પેસેન્જર ઉપર શંકા જતા અધિકારીઓએ તેની પૂછપરછ અને ત્યાર પછી તેનું સ્કેનિંગ કરાવ્યું. સ્કેનિંગમાં જોવા મળ્યું કે આ પેસેન્જરના પેટમાં કેટલીક કેપ્સુલ દેખાઈ રહી છે.

કસ્ટમ વિભાગ એક તુરંત જ ડોક્ટરોની મદદ લીધી અને ડોક્ટરે તે વ્યક્તિના પેટમાં રહેલી કેપ્સુલ કાઢી. જ્યારે આ કેપ્સુલ વ્યક્તિના પેટમાંથી કાઢવામાં આવી અને તેની તપાસ કરવામાં આવી તો જે હકીકત સામે આવી તે જાણીને ડોક્ટરના પણ હોશ ઉડી ગયા.

વ્યક્તિના પેટમાંથી 86 કેપ્સુલ નીકળી જેનું કુલ વજન એક કિલો 266 ગ્રામ હતું અને જેમાં ડ્રગ્સ ભરેલું હતું. દાળ ચોરી કરવાની આ જૂની પદ્ધતિ છે જેમાં વ્યક્તિ રબરની થેલીઓને કેપ્સુલ જેવો આકાર આપે છે અને તેમાં ડ્રગ્સ ભરે છે. ત્યાર પછી તેને ગળી જવામાં આવે છે. રબર હોવાથી તે પેટમાં જમા થયેલી રહે છે અને ડ્રગ્સ જ્યારે તેની જગ્યાએ પહોંચી જાય તો દાણચોરો ગુદા માર્ગે ડ્રગ્સ બહાર કાઢે છે.

આવી જ રીતે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પણ એક કરોડથી વધુના ડ્રગ્સ સાથે એક મોડલની ધરપકડ કરી હતી. આ મોડલ અને તેની મિત્ર હિમાચલથી ચરસ લાવી હતી અને દિલ્હી યુનિવર્સિટીમાં સપ્લાય કરવાની હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને એરપોર્ટ પરથી ઝડપી લીધી.

આ સિવાય કસ્ટમ વિભાગે કલકત્તા એરપોર્ટ પરથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી જેમની પાસેથી ૪૨ હજાર યુએસ ડોલર કાઢવામાં આવ્યા હતા. આ વ્યક્તિએ પાઘડી પહેરી હતી અને તેમાં 13000 ડોલર છુપાવ્યા હતા.

Leave a Comment