હોસ્પિટલ નજીક કચરાના ડબ્બામાં મહિલા કચરો નાખવા ગઈ ત્યારે જોયું એવું દ્રશ્ય કે રસ્તા પર ચક્કર ખાઈને ઢળી પડી…

ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે જેના વિશે જાણીને એવું લાગે કે લોકોમાં માનવતા મરી પરવારી છે. ગોર કળિયુગના સમયમાં આવી વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના બની છે રાજસ્થાનના જોધપુરમાં. અહીં એક એવી ઘટના બની કે જેના કારણે સમગ્ર જોધપુરમાં ભારે ચકચાર મચી ગઈ.

આ મામલો સામે આવતા જોધપુર પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સવારના સમયે પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણ કરવામાં આવી. પોલીસને મળેલી જાણકારી અનુસાર સવારના સમયે નવ વાગ્યાની આસપાસ એક મહિલા સફાઈ કર્મચારી મથુરાદાસ હોસ્પિટલ ની નજીક સફાઈ કરી રહી હતી.

હોસ્પિટલ ની પાછળ ની તરફ એક કચરાપેટી રાખવામાં આવેલી હતી જ્યાં હોસ્પિટલનો તેમજ આસપાસના વિસ્તારનો કચરો નાખવામાં આવતો. મહિલા કર્મચારીએ પણ સફાઈ કરીને કચરો એકત્ર કર્યો અને પછી તે કચરાપેટીમાં કચરો નાખવા પહોંચી. તે કચરા પેટીમાં કચરો ઠાલવી જ રહી હતી કે તેની નજર એક ખુલ્લા બોક્સ પર પડી.બોક્સ વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યું હતું તેથી તેણે બોક્સ ખોલીને જોયું તો તેની અંદર જે જોવા મળ્યું તેને જોઈને તેને ચક્કર આવી ગયા અને તે રસ્તા પર ઢળી પડી

આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને મહિલાને જગાડી. લોકોએ પણ જ્યારે બોક્સમાં જોયું તો તેમાંથી નવજાત બાળકીનું મૃતદેહ મળ્યો. બાળકીનું મૃતદેહ જોઈને મહિલા ડરી ગઈ અને બેભાન થઈ ગઈ હતી. આ મામલે લોકોએ તુરંત જ પોલીસને જાણ કરી તેમાં હોસ્પિટલમાં પણ જાણ કરી. બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ નો કબજો લઈને ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી.

પોલીસને સૌથી પહેલા તો શંકા ગઈ કે બાળકીનો જન્મ હોસ્પિટલમાં જ થયો હશે અને પછી પરિવારના સભ્યોએ તેને કચરાપેટીમાં ફેંકી દીધી હશે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે કોઈ બાળકીને જન્મ પછી ત્યજી દેવામાં આવી હોય ઘણી વખત ઘણી જગ્યાએ આવી ઘટનાઓ બની છે જેમાં બાળકીને ત્યજી દેવામાં આવતી હોય છે.

Leave a Comment