૮૦ વર્ષ સુધી ભોજન કે પાણી વિના જીવિત રહ્યા ચુંદડીવાળા માતા, ડિસ્કવરી ના ડોક્ટરો પણ જાણી ન શક્યા રહસ્ય

કોઈપણ વ્યક્તિ અનાજ કે પાણી વિના જીવિત ન રહી શકે. થોડા દિવસ ઉપવાસ પણ કરવામાં આવે તો શરીરમાં નબળાઈ આવી જાય છે. તેવામાં તમે કલ્પના પણ ન કરી શકો કે વર્ષો સુધી કોઈ વ્યક્તિ પાણી પીધા વિના કે ભોજન લીધા વિના રહી શકે. પરંતુ આવું ગુજરાતમાં થઈ ચૂક્યું છે.

અહીં 80 વર્ષ સુધી ચુંદડીવાળા માતા તરીકે પ્રખ્યાત પ્રહલાદ જાની જીવિત રહ્યા. પ્રહલાદ જાણીને ચુંદડીવાળા માતા તરીકે લોકો ઓળખતા. થોડા સમય પહેલાં જ તેઓ દેવલોક પામ્યા. જ્યાં સુધી તેઓ જીવી થતાં ત્યાં સુધી તેમણે અન્નનું એક દાણો પણ ખાધો ન હતો કે તે પાણી પણ પિતા ન હતા.

ઉત્તર ગુજરાતના માણસા તાલુકાના ચણા ગામના તેઓ વતની હતા. તેમને માતાજીની ભક્તિનો રંગ ચડ્યો અને તેઓ ભક્તિમાં લીન થઈ ગયા. ત્યાંથી તેમને ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખવામાં આવતા. તેઓ બાર વર્ષના હતા ત્યારથી જ તેમને ખોરાક લેવાનું બંધ કરી દીધું. ત્યાર પછી તેમને પાણીનો પણ ત્યાગ કર્યો. ત્યાર પછી 91 વર્ષની ઉંમરે જ્યારે તેમનું નિધન થયું ત્યાં સુધી તેમને અનાજ કે પાણી ગ્રહણ કર્યું ન હતું.

એક વ્યક્તિ વર્ષોથી પાણી અને ખોરાક વિના જીવે છે તે વાત જ્યારે સામે આવી તો ડિસ્કવરી ચેનલ તરફથી પણ તેમના સ્વાસ્થ્ય અંગે તપાસ કરવામાં આવી હતી. આ સિવાય દેશના મોટા મોટા ડોક્ટર હોય પણ તેમની તપાસ કરી હતી.રિપોર્ટ્સ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેમના માટે પણ એ મોટો પ્રશ્ન હતો કે કોઈ વ્યક્તિ ખાધા પીધા વિના આટલા વર્ષથી જીવિત કેમ છે.

Leave a Comment